हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Quick Masala Pav Recipe in Gujarati | મસાલા પાઉં | Masala Vada Pav Recipe

Masala Pav Recipe, Roadside Masala Pav Recipe, How to Make Masala Pav, Homemade Masala Pav, Quick Msala Pav Recipe, Indian Street Food Recipe, Indian Fast Food Recipe. Quick Masala Pav Recipe.

Quick Masala Pav Recipe in Gujarati | મસાલા પાઉં | Masala Vada Pav Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ ઘર બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ ઘર બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો.

Masala Pav Recipe, Roadside Masala Pav Recipe, How to Make Masala Pav, Homemade Masala Pav, Quick Msala Pav Recipe, Indian Street Food Recipe, Indian Fast Food Recipe.

Quick Masala Pav Recipe Photo.

મસાલા પાવ એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાવ મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તેહવાર પર પણ આ મસાલા પાવ બનાવી શકાય છે. મસાલા પાવ બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ મસાલા પાઉં બનાવવાની રીત.

મસાલા પાઉં બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૩ પાઉં(pav).
  • ૧ ઝીણી સામાંરેલ ડુંગળી(onion).
  • ૧ ઝીણા સમારેલ કેપ્સીકમ(capsicum).
  • ૧ ઝીણા સમારેલ ટામેટા(tomato).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી પાઉં ભાજી મસાલા(pav bhaji masala).
  • ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • મગફળીનું તેલ(groundnut oil).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨ ચમચી તેલ(oil).

મસાલા પાઉં બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી સરખી રીતે સાંતળી લો. હવે તેમાં કેપ્સીકમ, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી સાંતળો.
  • ત્યારબાદ તેમાં હળદર પાવડર, નમક, લાલ મરચું પાવડર, પાઉં ભાજી મસાલો, નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં ટામેટા નાંખી સાંતડો.
  • હવે તેમાં ૩-૪ ચમચી પાણી નાખો જેથી મસાલાઓ બળે નહી. હવે તેમાં લીંબુનો રસ નાંખી, તેમાંથી તેલ છુટું પડવા માંડે ત્યાં સુધી પકાઓ.
  • હવે તેમાંથી તેલ છુટું પડવા લાગે ત્યાંરે ગેસ બંધ કરી દો. હવે ત્રણે પાઉને ચપ્પુની મદદથી કાપી, અગાઉ બનાવેલ મિક્ષ્ચર તેમાં ભરી લો.
  • હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં થોડું મગફળીનું તેલ લઇ ૧ ચમચી જેટલું મિક્ષ્ચર તેમાં નાખો, હવે તેમાં મસાલા પાઉને બન્ને બાજુ શેકી લો.
  • આ મસાલા પાઉંને સર્વિંગ પ્લેટમાં લઇ ડુંગળી-ટામેટા સાથે અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Quick Masala Pav Recipe in Gujarati | મસાલા પાઉં | Masala Vada Pav Recipe
 
Masala Pav recipe in gujarati language.
Author:
Recipe type: Street food
Cuisine: Indian
Ingredients
  • ૩ પાઉં(pav)
  • ૧ ઝીણી સામાંરેલ ડુંગળી(onion)
  • ૧ ઝીણા સમારેલ કેપ્સીકમ(capsicum)
  • ૧ ઝીણા સમારેલ ટામેટા(tomato)
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste)
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧ ચમચી પાઉં ભાજી મસાલા(pav bhaji masala)
  • ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • ૧ ચમચી કોથમીર(coriander leaves)
  • મગફળીનું તેલ(groundnut oil)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨ ચમચી તેલ(oil)
Instructions
  1. સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી સરખી રીતે સાંતળી લો. હવે તેમાં કેપ્સીકમ, આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી સાંતળો.
  2. ત્યારબાદ તેમાં હળદર પાવડર, નમક, લાલ મરચું પાવડર, પાઉં ભાજી મસાલો, નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં ટામેટા નાંખી સાંતડો.
  3. હવે તેમાં ૩-૪ ચમચી પાણી નાખો જેથી મસાલાઓ બળે નહી. હવે તેમાં લીંબુનો રસ નાંખી, તેમાંથી તેલ છુટું પડવા માંડે ત્યાં સુધી પકાઓ.
  4. હવે તેમાંથી તેલ છુટું પડવા લાગે ત્યાંરે ગેસ બંધ કરી દો. હવે ત્રણે પાઉને ચપ્પુની મદદથી કાપી, અગાઉ બનાવેલ મિક્ષ્ચર તેમાં ભરી લો.
  5. હવે એક નોન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં થોડું મગફળીનું તેલ લઇ ૧ ચમચી જેટલું મિક્ષ્ચર તેમાં નાખો, હવે તેમાં મસાલા પાઉને બન્ને બાજુ શેકી લો.
  6. આ મસાલા પાઉંને સર્વિંગ પ્લેટમાં લઇ ડુંગળી-ટામેટા સાથે અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

 

 

Leave a Comment

Rate this recipe: