हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Oil Free Aloo Paratha Recipe in Gujarati | આલુ પરોઠા | Paratha Recipe

Oil Free Aloo Paratha Recipe, Aloo Paratha Without Oil, Zero Oil Aloo Paratha Recipe, Healthy Aloo Paratha Recipe, How to Make Oil Free Aloo Paratha, Homemade Oil Free Aloo Paratha, Aloo Paratha Recipe, Indian Main Course Recipe.

Oil Free Aloo Paratha Recipe in Gujarati | આલુ પરોઠા | Paratha Recipe.

નમસ્કાર મિત્રો, આજ કાલ મોટા ભાગના લોકો એવું જ ઇચ્છતા હોઈ છે, કે જે ખોરાક તેમના દ્વારા લેવામાં આવે છે તે એકદમ સ્વાદિષ્ટ પણ હોઈ અને સ્વાસ્થ્ય માટે સારું પણ હોઈ. આ પરોઠા રેસીપી એ આપના સ્વાસ્થ્ય માટે એકદમ લાભકારક અને હેલ્થી છે, કારણ કે આ પરોઠા તેલના ઉપયોગ વગર બનાવવામાં આવ્યા છે. આલું પરોઠા (Oil Free Aloo Paratha Recipe) એ હર કોઈને ભાવતું મનપસંદ વ્યંજન છે. દરેક લોકો ઘર પર અવાર નવાર આલું પરોઠા બનાવતા હોઈ છે, પરંતુ ઘણા લોકો તેમાં તેલના થતાં ઉપયોગને કારણે પરોઠા બનાવવાની ટાળતા હોઈ છે. પરંતુ હવેથી આપ ઓઈલ ફ્રિ આલુ પરોઠા પણ ઘર પર આસાનીથી બનાવી શકશો.

Oil Free Aloo Paratha Recipe, Aloo Paratha Without Oil, Zero Oil Aloo Paratha Recipe, Healthy Aloo Paratha Recipe, How to Make Oil Free Aloo Paratha, Homemade Oil Free Aloo Paratha, Aloo Paratha Recipe, Indian Main Course Recipe.

Oil Free Aloo Paratha Recipe Photo.

નીચે દર્શાવેલ રીતની મદદથી આપ એકદમ સ્વાદિષ્ટ અને લાજવાબ એવા આલું પરોઠા ઘર પર બનાવી શકશો. ઉપરાંત ગામડાઓમાં વપરાતી એવી એકદમ દેસી રીતથી બનાવવામાં આવેલ આ પરોઠા સ્વાદમાં એકદમ લાજવાબ લાગશે. આ પરોઠા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ આપ ખુબજ આસાનીથી બજારમાંથી મેળવી શકશો. તો ચાલો મિત્રો જોઈએ આલુ પરોઠા બનાવવાની રીત.

આલુ પરોઠા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦૦ ગ્રામ બાફેલ બટાટા(potatoes).
  • ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ(wheat flour).
  • ૧ મધ્યમ કદનું ટમેટું(tomato).

અન્ય સામગ્રીઓ:

  • ૨ તીખી મરચી(green chili).
  • થોડી કોથમીર(coriander leaves).
  • ૧ ચમચી શેકેલ અને ક્રશ કરેલ જીરું(ક્રશ કરતી વખતે થોડું મીઠું ઉમેરો).
  • ૧ ઇંચનું સમારેલ આદું(ginger).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).

ઓઈલ ફ્રિ આલુ પરોઠા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં નમક અને જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને એકબાજુ મૂકી દો.
  • હવે લીલી મરચી, આદું અને ટામેટાને ઝીણા સમારીતેને એક બાઉલમાં લો. હવે બાફેલ બટાટાની છાલ ઉતારી તેને પણ બાઉલમાં લો.
  • હવે તેમાં લાલ મરચું પાવડર, ક્રશ કરેલ જીરું, નમક ઉમેરી સ્ટફીંગને સરખી રીતે મિક્ષ કરો. હવે બાંધેલા લોટમાંથી નાના બોલ્સ બનાવી લો અને તેમાંથી રોટી વણી લો.
  • હવે તેમાંથી એક રોટલી લઇ તેમાં પર થોડું તેલ લગાવી તેના પર થોડો સુકો લોટ છાંટી તેના પર બીજી રોટલી મુકો. હવે ફરીથી રોટલી પણ તેલ લગાવો અને સુકો લોટ છાંટો અને તેના પર બીજી રોટલી મુકો.
  • હવે તેના પર થોડો લોટ છાંટી અને તેનો રોલ વાળી લો. આ રોલને બે સરખા ભાગમાં કાપી લો. હવે તેમાંથી એક ભાગ લઇ તેમાંથી એક રોટલી વણો.
  • તેના પર વચ્ચે થોડું સ્ટફીંગ મુકો. હવે તેની બધીજ કિનારી ભેગી કરી ફરીથી તેને વણી લો. આ રીતે બધાજ આલુ પરોઠા બનાવો.
  • હવે કોલસા પર ગ્રીલ મૂકી આ પરોઠાને શેકી લો. હવે આ પરોઠાને સર્વિંગ પ્લેટમાં લઇ ગરમ ચા સાથે સર્વ કરો.

Oil Free Aloo Paratha Recipe in Gujarati | આલુ પરોઠા | Paratha Recipe
 
Aloo Paratha recipe in gujarati.
Author:
Recipe type: Main
Cuisine: Indian
Ingredients
  • ૫૦૦ ગ્રામ બાફેલ બટાટા(potatoes)
  • ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ(wheat flour)
  • ૧ મધ્યમ કદનું ટમેટું(tomato)
  • ૨ તીખી મરચી(green chili)
  • થોડી કોથમીર(coriander leaves)
  • ૧ ચમચી શેકેલ અને ક્રશ કરેલ જીરું(ક્રશ કરતી વખતે થોડું મીઠું ઉમેરો)
  • ૧ ઇંચનું સમારેલ આદું(ginger)
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • નમક સ્વાદ અનુસાર(salt)
Instructions
  1. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં નમક અને જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને એકબાજુ મૂકી દો.
  2. હવે લીલી મરચી, આદું અને ટામેટાને ઝીણા સમારીતેને એક બાઉલમાં લો. હવે બાફેલ બટાટાની છાલ ઉતારી તેને પણ બાઉલમાં લો.
  3. હવે તેમાં લાલ મરચું પાવડર, ક્રશ કરેલ જીરું, નમક ઉમેરી સ્ટફીંગને સરખી રીતે મિક્ષ કરો. હવે બાંધેલા લોટમાંથી નાના બોલ્સ બનાવી લો અને તેમાંથી રોટી વણી લો.
  4. હવે તેમાંથી એક રોટલી લઇ તેમાં પર થોડું તેલ લગાવી તેના પર થોડો સુકો લોટ છાંટી તેના પર બીજી રોટલી મુકો. હવે ફરીથી રોટલી પણ તેલ લગાવો અને સુકો લોટ છાંટો અને તેના પર બીજી રોટલી મુકો.
  5. હવે તેના પર થોડો લોટ છાંટી અને તેનો રોલ વાળી લો. આ રોલને બે સરખા ભાગમાં કાપી લો. હવે તેમાંથી એક ભાગ લઇ તેમાંથી એક રોટલી વણો.
  6. તેના પર વચ્ચે થોડું સ્ટફીંગ મુકો. હવે તેની બધીજ કિનારી ભેગી કરી ફરીથી તેને વણી લો. આ રીતે બધાજ આલુ પરોઠા બનાવો.
  7. હવે કોલસા પર ગ્રીલ મૂકી આ પરોઠાને શેકી લો. હવે આ પરોઠાને સર્વિંગ પ્લેટમાં લઇ ગરમ ચા સાથે સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: