हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Matar Makhana Gravy Recipe in Gujarati | મટર મખાના ગ્રેવી રેસીપી

Matar Makhana Gravy Recipe, Matar Makhana Curry Recipe, Matar Makhane ki Sabji, Indian Curry Recipe, Punjabi Curry Recipe.

Matar Makhana Gravy Recipe in Gujarati | મટર મખાના ગ્રેવી રેસીપી.

આપણે સૌ જાણીએ છીએ કે મખાના એ ખુબજ પૌષ્ટિક વસ્તુઓ માંની એક વસ્તુ છે જેનો રાંધણકલામાં ખુબજ ઓછો ઉપયોગ થતો આવ્યો છે. કારણકે તેના સ્વાદના કારણે ઘણા ઓછા લોકો દ્વારા તે પસંદ કરવામાં આવે છે. આજે આપણે આ જ મખાનામાંથી બનાવેલ એક શાક શીખીશું જેનું નામ છે મટર મખાના ગ્રેવી (Matar Makhana Gravy). આ એક કરી રેસીપી છે જેમાં મખાના દ્વારા ન કેવળ આ કરી ને પૌષ્ટિક જ બનાવી શકાય પરંતુ સ્વાદિષ્ટ પણ બનાવી શકાય.

Matar Makhana Gravy Recipe, Matar Makhana Curry Recipe, Matar Makhane ki Sabji, Indian Curry Recipe, Punjabi Curry Recipe.

Matar Makhana Gravy Recipe Photo.

આ શાકને મટર અને મખાનાનો ઉપયોગ કરી ગ્રેવીમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. જે ચોક્સ્સ્પણે આપના બાળકો, પરિવારજનો ઉપરાંત મેહમાનોને પણ પસંદ પડશે. આ કરી સાથે સર્વ કરવા માટેના વિકલ્પો પણ અનેક છે જેમ કે નાન, રોટી,, પરોઠા, વગેરે……. જેથી આપ સમયની અનુકુળતા મુજબ આ શાકને કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ મટર મખાના ગરેવી બનાવવાની રીત.

મટર મખાના ગ્રેવી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦ ગ્રામ મખાના(બે ભાગમાં વહેંચેલા)(foxnuts)
  • ૧૨૦ ગ્રામ લીલા વટાણા(green peas)
  • ૮૦ ગ્રામ માવા(mawa)
  • ૨ ટામેટા અને ૧ આદુની પેસ્ટ(tomato-ginger paste)

અન્ય સામગ્રીઓ:

  • બે ભાગમાં કાપેલ ૧ લીલું મરચું(green chili)
  • બે ભાગમાં વહેંચેલ ૨૫ જેટલા કાજુ(cashew nuts)
  • ૧ ચમચી જેટલી કીસમીસ(raisins)
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચપટી હીંગ(asafetida)
  • ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder)
  • ચપટી ખાંડ(sugar)
  • નમક સ્વાદ અનુસાર(salt)

મટર મખાના ગ્રેવી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ થોડું ગરમ થાય ત્યારે તેમાં કાજુ નાંખી ૩૦-૪૦ સેકન્ડ સુધી તળી લો. હવે તે જ તેલ માં ઊંચા તાપમાન પર મખાના ને નાંખી ૩૦-૪૦ સેકન્ડ સુધી તળી લો.
  • હવે કડાઈમાં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેમાં જીરું, હીંગ, હળદર પાવડર, વરીયાળી અને ધાણા પાવડર, લાલ મરચું પાવડર, એલચી પાવડર, ટામેટા-આદુની પેસ્ટ અને લીલા મરચા નાંખી મિક્ષ કરી, ઢાંકી દો અને થોડી જ વાર માટે પકાઓ.
  • જયારે ટામેટાની પેસ્ટ સરખી પાકી જાય ત્યારે તેમાં માવો નાંખી મિક્ષ કરી, ઢાંકી દો અને થોડી વાર માટે પકાઓ જેથી માવો ઓગળી જાય.
  • તેને સરખી રીતે હલાવી, તેમાં લીલા વટાણા, સ્વાદ અનુસાર નમક નાંખી મિક્ષ કરી લો અને ઢાંકી દઈ ફરીથી ૧  મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેમાં થોડું પાણી, ગર મસાલો, કીસમીસ નાંખી મિક્ષ કરી લો.
  • જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં તળેલા મખાના અને કાજુ નાંખી, મિક્ષ કરી ઢાંકી દઈ ૨ મિનીટ માટે પકાઓ.તેમાં ચપટી ખાંડ નાંખી ઢાંકી દો, અને ૧ મિનીટ માટે પકાઓ.
  • ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી સર્વિંગ બાઉલ માં લઇ રોટલી સાથે સર્વ કરો.

Matar Makhana gravy recipe in Gujarati(મટર મખાના ગ્રેવી રેસીપી)
 
How to make matar makhana gravy at home.
Author:
Recipe type: Curries
Cuisine: Indian
Ingredients
  • મુખ્ય સામગ્રીઓ:
  • ૨૦ ગ્રામ મખાના(બે ભાગમાં વહેંચેલા)(foxnuts)
  • ૧૨૦ ગ્રામ લીલા વટાણા(green peas)
  • ૮૦ ગ્રામ માવા(mawa)
  • ૨ ટામેટા અને ૧ આદુની પેસ્ટ(tomato-ginger paste)
  • અન્ય સામગ્રીઓ:
  • બે ભાગમાં કાપેલ ૧ લીલું મરચું(green chili)
  • બે ભાગમાં વહેંચેલ ૨૫ જેટલા કાજુ(cashew nuts)
  • ૧ ચમચી જેટલી કીસમીસ(raisins)
  • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
  • ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ચપટી હીંગ(asafetida)
  • ૧/૨ ચમચી એલચી પાવડર(cardamom powder)
  • ચપટી ખાંડ(sugar)
  • નમક સ્વાદ અનુસાર(salt)
Instructions
  1. સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ થોડું ગરમ થાય ત્યારે તેમાં કાજુ નાંખી ૩૦-૪૦ સેકન્ડ સુધી તળી લો. હવે તે જ તેલ માં ઊંચા તાપમાન પર મખાના ને નાંખી ૩૦-૪૦ સેકન્ડ સુધી તળી લો.
  2. હવે કડાઈમાં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેમાં જીરું, હીંગ, હળદર પાવડર, વરીયાળી અને ધાણા પાવડર, લાલ મરચું પાવડર, એલચી પાવડર, ટામેટા-આદુની પેસ્ટ અને લીલા મરચા નાંખી મિક્ષ કરી, ઢાંકી દો અને થોડી જ વાર માટે પકાઓ.
  3. જયારે ટામેટાની પેસ્ટ સરખી પાકી જાય ત્યારે તેમાં માવો નાંખી મિક્ષ કરી, ઢાંકી દો અને થોડી વાર માટે પકાઓ જેથી માવો ઓગળી જાય.
  4. તેને સરખી રીતે હલાવી, તેમાં લીલા વટાણા, સ્વાદ અનુસાર નમક નાંખી મિક્ષ કરી લો અને ઢાંકી દઈ ફરીથી ૧ મિનીટ માટે પકાઓ. ૧ મિનીટ બાદ તેમાં થોડું પાણી, ગરમ મસાલો, કીસમીસ નાંખી મિક્ષ કરી લો.
  5. જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં તળેલા મખાના અને કાજુ નાંખી, મિક્ષ કરી ઢાંકી દઈ ૨ મિનીટ માટે પકાઓ.તેમાં ચપટી ખાંડ નાંખી ઢાંકી દો, અને ૧ મિનીટ માટે પકાઓ.
  6. ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી સર્વિંગ બાઉલ માં લઇ રોટલી સાથે સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: