हिंदी में पढ़े | ગુજરાતી માં વાંચો 

Balushahi Mithai Recipe in Gujarati | બાલુશાહી મીઠાઈ | Indian Sweet

Balushahi Mithai Recipe in Hindi, How to Make Balushahi Mithai, Home Made Balushahi Mithai, Indian Sweet Recipe, Indian Dessert Recipe, Indian Mithai Recipe.

Balushahi Mithai Recipe in Gujarati | બાલુશાહી મીઠાઈ | Indian Sweet.

નમસ્તે મિત્રો, બાલુશાહી મીઠાઈ (Balushahi Mithai Recipe) એ મેંદાના લોટ અને ખાંડ માંથી બનતી એક મીઠાઈ છે. જે ભારતીય રાંધણકલામાં ખુબજ ઓછા તેહ્વારો પર બનાવવામાં આવતી હોઈ છે. ખાસ કરીને લગ્ન-પ્રશંગે આ મીઠાઈ જોવા મળતી હોઈ છે. આ મીઠાઈ બનાવવી થોડી કઠીન છે પરંતુ ચોક્કસ રીત અને પદ્ધતિની મદદથી મીઠાઈની દુકાનો પર મળે તેવી જ બાલુશાહી શાહી મીઠાઈ ઘર પર બનાવી શકાય છે. બાળકોને સામાન્ય રીતે મીઠાઈઓ ખુબજ સંડ પડતી હોઈ છે, તેઓને આ મીઠાઈ પણ ચોક્કસપણે પસંદ પડશે. તમામ આવશ્યક સામગ્રીઓની મદદથી આપ આસાનીથી આ મીઠાઈ ઘર પર બનાવી શકશો.

Balushahi Mithai Recipe in Hindi, How to Make Balushahi Mithai, Home Made Balushahi Mithai, Indian Sweet Recipe, Indian Dessert Recipe, Indian Mithai Recipe.

Balushahi Mithai Recipe in Gujarati Photo.

આ મીઠાઈ બનાવવા માટે મેંદાનો લોટ, ખાંડ, દહીં, ઘીની જરૂર રહેશે. આ બધીજ સામગ્રીઓ ખુબજ આસાનીથી બજારમાં અને તમામ રસોડે ઉપલબ્ધ હોઈ તેવી છે, જેથી આપ તુરંતજ આ મીઠાઈ ઘર પર બનાવી શકો છો. આપ આપના મેહમાનો સામે પણ આ મીઠાઈ પ્રસ્તુત કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ, બાલુશાહી મીઠાઈ બનાવવાની રીત.

બાલુશાહી મીઠાઈ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ મેંદાનો લોટ(all purpose flour).
  • ૧ કપ ખાંડ(sugar).
  • ૨-૩ ચમચી દહીં(whipped curd).

અન્ય સામગ્રીઓ:

  • ૪ ચમચી ઘી(ghee).
  • ૧/૪ ચમચી સોડા(cooking soda).
  • ૧/૨ કપ પાણી(water).
  • તળવા માટે ઘી (ghee).

સજાવટ માટે:

  • થોડી બદામની કતરણ(almonds).

બાલુશાહી મીઠાઈ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ મેંદાના લોટ અને કુકિંગ સોડાને બે વખત ચાળી લઇ તેમાં ઘી ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં દહીં ઉમેરી લોટ બાંધી લો. જો લોટ બાંધતી વખતે લોટ થોડો કઠણ જણાય તો તેમાં થોડુ પાણી ઉમેરી દો.
  • લોટ બાંધ્ય બાદ તેને કપડાની મદદથી ઢાંકી દઈ ૧૫ મિનીટ સુધી એકબાજુ મૂકી દો. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો. ઘી મીડીયમ ગરમ હોવું જોઈએ. હવે તેમાંથી પેંડાના શેપના નાના બોલ્સ બનાવી અંગુઠાની મદદથી વચ્ચે દબાવી લો.
  • હવે આ બોલ્સને મીડીયમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. હવે આ મીઠાઈને પ્લેટમાં કાઢી લઇ એકબાજુ ઠંડી થવા મૂકી દો.
  • હવે એક કડાઈમાં ખાંડ ગરમ થવા મુકો. તેમાં અડધો કપ પાણી ઉમેરો અથવા ખાંડના પ્રમાણ અનુસાર પાણી ઉમેરો. તેમાંથી ૨ થ્રેડ સુધીની ચાસણી લઇ લો. આ ચાસણી બનાવી લીધા બાદ ગેસ બંધ કરી દો અને ઠંડું પડવા દો.
  • જયારે ચાસણી ઠંડી પડી જાય ત્યારે બનાવેલ બલુશાહીને તેમાં નાંખી ૧ કલાક સુધી  એકબાજુ મૂકી દો. ૧ કલાક બાદ તેને બદામ વડે સજાવી સર્વ કરો.

Balushahi Mithai Recipe in Gujarati | બાલુશાહી મીઠાઈ | Indian Sweet
 
How to make Balushahi mithai at home.
Author:
Recipe type: Dessert
Cuisine: Indian
Ingredients
  • ૧ કપ મેંદાનો લોટ(all purpose flour)
  • ૧ કપ ખાંડ(sugar)
  • ૨-૩ ચમચી દહીં(whipped curd)
  • ૪ ચમચી ઘી(ghee)
  • ૧/૪ ચમચી સોડા(cooking soda)
  • ૧/૨ કપ પાણી(water)
  • તળવા માટે ઘી (ghee)
  • થોડી બદામની કતરણ(almonds)
Instructions
  1. સૌ પ્રથમ મેંદાના લોટ અને કુકિંગ સોડાને બે વખત ચાળી લઇ તેમાં ઘી ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં દહીં ઉમેરી લોટ બાંધી લો. જો લોટ બાંધતી વખતે લોટ થોડો કઠણ જણાય તો તેમાં થોડુ પાણી ઉમેરી દો.
  2. લોટ બાંધ્ય બાદ તેને કપડાની મદદથી ઢાંકી દઈ ૧૫ મિનીટ સુધી એકબાજુ મૂકી દો. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો. ઘી મીડીયમ ગરમ હોવું જોઈએ. હવે તેમાંથી પેંડાના શેપના નાના બોલ્સ બનાવી અંગુઠાની મદદથી વચ્ચે દબાવી લો.
  3. હવે આ બોલ્સને મીડીયમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો. હવે આ મીઠાઈને પ્લેટમાં કાઢી લઇ એકબાજુ ઠંડી થવા મૂકી દો.
  4. હવે એક કડાઈમાં ખાંડ ગરમ થવા મુકો. તેમાં અડધો કપ પાણી ઉમેરો અથવા ખાંડના પ્રમાણ અનુસાર પાણી ઉમેરો. તેમાંથી ૨ થ્રેડ સુધીની ચાસણી લઇ લો. આ ચાસણી બનાવી લીધા બાદ ગેસ બંધ કરી દો અને ઠંડું પડવા દો.
  5. જયારે ચાસણી ઠંડી પડી જાય ત્યારે બનાવેલ બલુશાહીને તેમાં નાંખી ૧ કલાક સુધી એકબાજુ મૂકી દો. ૧ કલાક બાદ તેને બદામ વડે સજાવી સર્વ કરો.

 

Leave a Comment

Rate this recipe: